ઇનોવેશન એટલે શું ?
અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે જરૂરી સામગ્રી કે વાતાવરણનું નિર્માણ.નવતર પ્રયોગ એક એવી પ્રક્રિયા છે જે બાળકોના અભ્યાસને પ્રભાવિત કરે.આ માટેની કોઈ પ્રવૃત્તિ કે નવી પદ્ધતિને આપણે નવતર પ્રયોગ તરીકે ઓળખીશું.અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા,તેની સમજ અને અર્થગ્રહણ, ચકાસણી માટેનું મૂલ્યાંકન કે તે અંગેની પદ્ધાતીને નવતર પ્રયોગ તરીકે સ્વીકારીશું.કોઈ એક એવી રીત,ઘટના કે પ્રક્રિયાથી શિક્ષણમાં સમુદાયણી સહભાગીદારી વધે અને તેનું ચોક્કસ પરિણામ મળે તેને નવતર પ્રયોગ તરીકે સ્વીકારીશું.
ગુજરાત રાજ્યમાં અનેક પ્રાથમિક શાળાઓમાં નવતર કાર્યો થાય છે.અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ધ્વારા શિક્ષણની સાથે સિધ્ધી-આંક(લર્નિંગ આઉટકમ)નું ગુણવત્તા સભર પરિણામ મળે,આવા અભિનવ કાર્યોનો ફેલાવો થાય, રાજ્યની સરકારી પ્રાથમિક શાળા ના શિક્ષકો નવતર અને અભિનવ પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત થાય, તેવા હેતુ સાથે ગુજરાત શૈક્ષણિક નવીની કરણ આયોગ(GEIC), ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) અને રવિજે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન-ભારતીય પ્રબંધન સંસ્થાન-અમદાવાદ (RJMCEI-IIMA) દ્વારા એક સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે અમે આપને આપના દ્વારા કરવા માં આવેલ નવતર પ્રયોગોને નોધાવવા માટે આમંત્રણ આપીએ છીએ. આપ જે કોઈ નવતર પ્રયોગ સબમિટ કરશો તે નવતર પ્રયોગ સાથે આપનું નામ પણ જોડવામાં આવશે. આમારું આયોજન છે કે આપ દ્વારા સબમિટ કરવા માં આવેલ નવતર પ્રયોગોનું સંકલન કરી તેને પુસ્તક કે અન્ય સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવે. નવતર પ્રયોગો કરનાર શિક્ષકો ની કાર્યશાળાઓ નું આયોજન કરી આવા નવતર પ્રયોગો કરનાર શિક્ષકો નું સન્માન કરવામાં આવે.
ડાયેટ સુરેન્દ્રનગર ની ઇનોવેશન સેલની વેબસાઈટ જોવા માટે નીચેની લીંક પર કલીક કરો
http://teachersastransformers.org/innovationcell/snagar/
આપના ઇનોવેશન સબમિટ કરવા માટે નીચે કલીક કરો.
http://teachersastransformers.org/innovationcell/snagar/?page_id=59
આપના ઇનોવેશન સબમિટ કરવા માટે નીચે કલીક કરો.
http://teachersastransformers.org/innovationcell/snagar/?page_id=59
આપના દ્વારા સબમિટ થયેલા ઇનોવેશન જોવા માટે નીચે કલીક કરો.
Nice blog and inspiring
ReplyDeleteDIET NA BLOG NI MAHITI GHANI UPAYOGI PURVAR THAY SE..
ReplyDeleteIts really useful blog by which we can see the different innovation, different solutions of problems faced by teachers.
ReplyDeletewe can use much and more useful material from here.
Thanks for this giving valuable things...
Nilesh Gajjar
Nice blog
ReplyDeleteVarieties of education