Thursday 11 September 2014


 
Establishment of DIET : According to National Education Policy of 1986. 19 DIETs were funtional in Gujarat state under the control of Gujarat Concil of education, Research and Training. Which was Guided by N.C.E.R.T., New Delhi. In 1990 the DIET of Surendranagar was upgraded from Government PTC collage. so it established in 1990 at Limbdi, block of Surendranagar District, which is shifted at District place Surendranagar in 1999.
 



સુરેન્‍દ્રનગર જીલ્‍લો પરિચય
સૌરાષ્‍ટ્રનું પ્રવેશદ્વાર એટલે સુરેન્‍દ્રનગર જીલ્‍લો. સૌરાષ્‍ટ્રની સીમા અહીંથી શરૂ થાય છે. ૧૯૪૮ માં નાના રજવાડાઓનું વિલીનીકરણ થયું ત્‍યારે સૌરાષ્‍ટ્રના વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, મુળી, થાન, લખતર, સાયલા, ચુડા, બજાણા, જૈનાબાદ, આણંદપુર, ચોટીલા, ઝીંઝુવાડા, રાયસાંકળી, ભોયકા, થાણુ, વિઠ્ઠલગઢ તથા વણોદનું જોડાણ ભારત વર્ષના ગુજરાતમાં વિલીનીકરણ એટલે સુરેન્‍દ્રનગર જીલ્‍લાનો જન્‍મ.
પ્રાચીન ઇતિહાસ
જીલ્‍લાના ધાંગધ્રા નજીક પ્રાગૈતિહાસિક પથ્‍થર યુગના સાધનો મળ્યા છે. લીંબડી તાલુકાના રંગપુર ખાતેના ઉત્‍ખન્‍નને તેનો નાતો પ્રોટો હીસ્‍ટોરીક યુગ સાથે જોડાયો છે. આ ધરતી ઉપર હડપ્‍પન અને હડપ્‍પન પછીની સંસ્‍કૃતિના અણસાર પણ મળ્યા છે. આ પ્રદેશ ઉપર આઠમી અને નવમી સદી દરમિયાન છપ વંશનું શાસન હતું જેનું વડું મથક વઢવાણ હતું. ગુજરાત પર સિધ્‍ધરાજ જયસિંહના શાસન વખતે આ પ્રદેશ તેના પ્રભુત્‍વમાં આવ્‍યો. વઢવાણનો કિલ્‍લો અને ભોગાવોના તીરે સની બનેલી રાણકદેવીનું મંદિર તેમણે બનાવ્‍યું હોવાનું મનાય છે. ઝાલાઓના નામ જન્‍મની વાત કરીએ તો ઝાલાઓ પહેલા મકવાણા કહેવાતા. દસેક સદી પહેલાં તેમના રાજા હતા. કેસર મકવાણા, હરપાળ દેવજી તેમના પુત્ર હતા. તેમના માતા પાટણના સોલંકી રાજવી કરણ ઘેલાની પુત્રી હતા. કરણ ઘેલાની આપત્તિ ટાણે મદદ કરવાના શિરપાવ રૂપે હરપાળ દેવજીના દાદાને ૮૩૮-૮૩૯ માં ૧૮૦૦ ગામનો ગરાસ મળ્યો અને હરપાલદેવે તેમનો નિવાસ પાટડી ખાતે ફેરવ્‍યો. તેમને ત્રણ પુત્રો હતા. એક કિવદંતી અનુસાર એક દિવસ જ્યારે આ પુત્રો રમી રહ્યાં હતા ત્‍યારે એક હાથી ગાંડોતૂર બની ત્‍યાં આવી ચડ્યો. હાથી પોતાના પુત્રોને મળ્યો અને ઝરૂખામાં બેઠેલી માતાના લાંબા થયેલાં એ હાથે ઝાલીને ઉંચકી લીધા અને તેમને બચાવી લીધા. આ દિવસથી આ પુત્રો ઝાલા કહેવાયા. ઝાલાઓએ એમના નિવાસની આ ભૂમિને ઝાલાવાડ નામ આપ્‍યું.

એક માત્ર મૂળી જ્યાં પરમાર રાજપૂતો રાજ કરતાં તે સિવાય અહીંના તમામ રજવાડા ઉપર ઝાલા વંશનું શાસન હતું. ૧૦ મી સદીથી ૧૯૪૮ સુધીના ઝાલાઓ અહીંના રાજા હતા અને એટલે, આ પ્રદેશ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. એ ઉલ્‍લેખનીય છે કે જીલ્‍લાના જૈનાબાદ, દસાડા તથા બજાણા જેવા રજવાડા મુસલમાનોના શાસન હેઠળ હતા.
હાલનું સુરેન્‍દ્રનગર એક વેળાએ બ્રિટીશ પોલીટીકલ એજન્‍ટનું થાણું હતું. અને વઢવાણ કેમ્‍પ તરીકે જાણીતું હતું વઢવાણના રાજવીને એ એજન્‍ટે ૧૯૪૬ માં સોંપેલા આ કેમ્‍પને રાજવી શ્રી સુરેન્‍દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્‍દ્રનગર નામ અપાયું. ૧૯૪૮ થી આ સુરેન્‍દ્રનગર, જીલ્‍લાનું મુખ્‍ય મથક બની રહ્યું છે.