અભિજ્ઞા શાળા પ્રોજેક્ટ

   


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર દ્વારા 'અભિજ્ઞા શાળા પ્રોજેક્ટ' ની શરૂઆત તારીખ : ૨૦/૦૯/૨૦૧૨ ઋષિ પંચમીના દિવસે કરી. 'અભિજ્ઞ' એટલે કુશળ, હોશિયાર - આપણી પ્રાથમિક શાળાના બાળકોને કુશળ બનાવે તેવી શાળા એટલે 'અભિજ્ઞા' શાળા. 'અભિજ્ઞા' શબ્દના ભગવદગોમંડળ ભાગ ૧ માં પાન ૩૯૭ પર વિવિધ અર્થો આપેલા છે. તેમનો એક અર્થ એવો થાય છે કે - મરજી મુજબનું પરિવર્તન - બાળક માં અપેક્ષિત પરીવતન કરાવતી શાળા એટલે અભિજ્ઞા શાળા. જે શાળા માં ગામના પ્રવેશપત્ર તમામ બાળકો એ પ્રવેશ લીધો હશે, પ્રવેશેલા તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરશે, ભણતા બાળકો ના ૮૦ ટકા બાળકો એ ૭૦ ટકા સ્તરે શેક્ષણિક સિદ્ધી પ્રાપ્ત કરી હશે, મુલ્ય શિક્ષણ ના વિવિધ પ્રયોગો શાળાએ અમલમાં મુક્યા હશે. અને લોક સહયોગથી શાળાનું પર્યાવરણ નયનરમ્ય બન્યું હશે તેવી શાળાને આપને 'અભિજ્ઞા શાળા' તરીકે ઓળખીશું.


અભિજ્ઞા શાળા પ્રોજેક્ટની જરૂરિયાત :


૧. આજના સમયમાં પ્રાથમિક શિક્ષણથી એક પણ બાળક વંચિત કે નિરક્ષર ન રહે.

૨. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર બાળક જીવનના વિસ્કાસ ની જરૂરિયાત માટેનું પ્રાથમિક જ્ઞાન, કૌશલ્યો અને પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરે.

૩. જ્ઞાનના વિસ્ફોટ ના સમયે ઈન્ટરનેટના માધ્યમથી ઓછા સમયમાં વધુ જ્ઞાન મેળવી શકવાની પદ્ધતિઓ એટલે કે કમ્પ્યુટર એઇડેડ એજયુકેશન માટે આપની શાળાઓ સજ્જ બને.
 
૪. આપના બાળકોમાં મુલ્યો પ્રસ્થાપિત કરી સંસ્કાર ઘડતર કરવું.
 
૫. શાળા અને સમાજ વચ્ચેના જોડાણની કડી મુજ્બુત હોય તો તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાય.